કઝાકિસ્તાન પાસે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ ઉપલબ્ધ

નૂર સુલ્તાન: કૃષિ પ્રધાન યેરબોલ કરશુકેયેવે કહ્યું કે કઝાકિસ્તાનમાં તાત્કાલિક ભવિષ્યમાં ખાંડના ભાવમાં કોઈ વધારો થશે નહીં. આ નિવેદન બાદ મોંઘવારીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. મંત્રી કરશુકેયેવે જણાવ્યું હતું કે વૈશ્વિક ખાંડના ભાવ વધી રહ્યા છે, જો કે કઝાકિસ્તાનમાં ભાવ KZT400-500 પ્રતિ કિલો પર એકદમ સ્થિર છે.

તેમણે કહ્યું કે મે મહિનામાં દેશમાં 32,000-35,000 ટન ખાંડનું ઉત્પાદન થશે, જ્યારે જૂનમાં વધુ ખાંડનું ઉત્પાદન થશે. કરશુકેયેવેના જણાવ્યા મુજબ, આ ઉત્પાદન સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતું છે અને નજીકના ભવિષ્યમાં ખાંડના ભાવ વધવાની અપેક્ષા નથી. અગાઉ કઝાકિસ્તાન દ્વારા 23 મેથી ખાંડની નિકાસ પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here