બ્રાઝિલમાં ભારે વરસાદથી મૃતકોની સંખ્યા વધીને 128 પર પહોંચી

રિયો ડી જાનેરો [બ્રાઝિલ]: બ્રાઝિલના રાજ્ય પરનામ્બુકોની રાજધાની રેસિફ અને તેના મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારે વરસાદથી મૃત્યુઆંક વધીને 128 થયો છે, સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી

9,300 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 34 નગરપાલિકાઓએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, પરનામ્બુકોના ગવર્નર પાઉલો કામારાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઉપરોક્ત માહિતી આપી હતી.

પરનામ્બુકોમાં છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદ નોંધાયો હતો, જે સપ્તાહના અંતમાં વધુ તીવ્ર બન્યો હતો.આ ભારે વરસાદમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા, મોટાભાગે તળેટીમાં હતા તેઓ ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને વળતર આપશે અને વરસાદથી વિસ્થાપિત થયેલા તમામ લોકોને 1,500 રીઅલ (લગભગ 312 યુએસ ડોલર) આપશે, જેમાંથી ઘણાએ તેમની તમામ મિલકત ગુમાવી દીધી છે. બ્રાઝિલના સર્ગીપે, અલાગોઆસ, પરાઈબા અને રિયો ગ્રાન્ડે દો નોર્ટેને પણ વરસાદની અસર થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here