ભારતમાં કોરોના ના કેસમાં ઘટાડો આવી રહ્યો છે .છેલ્લા 24 કલાકમાં ભારતમાં ફરી કોરોના ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી જેના ભાગ રૂપે ભારતનો રિકવરી દર 96% સુધી પહોંચી જવા પામ્યો છે.
ભારતે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14.256 કેસ નોંધ્યા હતા જેને કારણે ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓની સનાખ્ય વધીને 1,06,39,684 સુધી પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં ભારતમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 17,130 જોવા મળતા ભારતમાં સંપૂર્ણ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 10,300,838 થઇ છે.
હાલ ભારતમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,85,662 છે તેમાંથી 60% થી વધારે દર્દીઓ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં છે. કુલ એક્ટિવ કેસમાંથી લગભગ 48% દર્દીઓ પોતાના ઘેર જ સારવાર લઇ રહ્યા છે.
ભારતમાં કોરોના કોરોના ને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 152 ડેથ થતા કુલ મટુટકોની સંખ્યા 1,52,184 પાર પહોંચી છે.હાલ ભારતમાં 13,90,592 સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના ની રસી આપી દેવાઈ છે.