સાથા સુગર મિલના લગભગ 200થી પણ વધારે કર્મચારીઓને છેલ્લા 5 મહિનાથી કોઈ વેતન મળ્યું નથી જેને કારણે આ કર્મચારીઓની હાલત વધુ કફોડી બની છે.સાથા સુગર મિલના કર્મચારીઓના છોકરાઓની સ્કૂલની ફી પણ ભરી નથી અને ફી જમા ન થતા તેઓના બાળકો પણ સ્કૂલે ભણવા જઈ સકતા નથી.આ ઉપરાંત દરરોજની જરૂરિયાત સામી વસ્તુઓ લેવા માટેના પૈસા પણ નથી અને હાલત એટલી કફોડી બની છે કારણ કે 5 મહિનાથી ઘરમાં એક પૈસો પણ આવ્યો નથી.
આજે મજદૂર અને વંચિત લોકોના નેતા શૈલેષ રાવતે એડ્વોકેટના નેતૃત્વમાં આ બધા કર્મચારીઓ સાથે અલીગઢના જિલ્લાધિકારીને મળવા માટે તેમના કાર્યાલય પર પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરીને એક પ્રાર્થના પત્ર પણ આપ્યો હતો જોકે તેના પર જિલ્લાધિકારીએ કોઈ પણ મદદ કે કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આજે મજદૂર અને વંચિત લોકોના નેતા શૈલેષ રાવતે જણાવ્યું હતું કે મજૂરોને તેમના હાંકના પૈસા આપવામાં આવતા નથી મિલન કર્મચારીઓની હાલત બહુજ કફોડી બની ગઈ છે અને તેની મહેનતના પૈસા ચુકવામાં આવ્યા નથી જે બહુ જ પીડાદાયક છે.બાળકો પણ ભણી સકતા નથી આ બહુજ ગંભીર બાબત છે.
જિલ્લાઆધિકારીને મળ્યા બાદ નિરાશ થયેલા કર્મચારીઓના મંડળના રાષ્ટ્રીય લોકદલ મંડળના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર પ્રતીક ચૌધરીએ હિમંત અપાઇને નિરાશ ન થવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે હું તમારી સાથે છું અને તમને વચન આપું છું કે તમારું વેતન તુરંત જ ચુકવવામાં આવશે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને તમારી મહેનતની એક એક પાઈ લઇ દેવામાં આવશે.