ભારતમાં 2,22,315 નવા કેસ નોંધાયા; 4,454 મૃત્યુ પામ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 4,454 નવી જાનહાનિ સાથે, સોમવારે કોરોનાથી મૃત્યુની સંખ્યા 3-લાખને વટાવી દીધી છે. ગઈકાલે પણ ભારતમાં સૌથી વધુ મોતનો આંકડો નોંધાયો હતો.

જો કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કેસ ઘટવાનો સિલસિલો ચાલુ છે અને 2,22,315 નવા કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,02,544 દર્દીઓ સાજા થયા છે, જે નવા કેસો કરતા વધારે છે.

ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 27,20,716 છે. મૃત્યુઆંક 3,03,720 પર પહોંચી ગયો છે.આ સતત આઠમો દિવસ છે જ્યારે ભારતમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) મુજબ, કોવિડ -19 માટે 22 મે સુધીના કુલ 33,05,36,064 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 19,28,127 નમૂનાઓ રવિવારે લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધીમાં કોવિડ -19 રસીના 19,60,51,962 ડોઝ આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત સાત રાજ્યો ભારતના કુલ સક્રિય ચેપનો 66.88 ટકા હિસ્સો છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here