હજુ થોડા દિવસ પેહેલા જ માધ્ય પ્રદેશમાં રેલ્વેના પાટા પર સુતેલા 17 જેટલા મજૂરો પર ટ્રેન ફરી વળતા તેમના મોટ નિપજ્યા હતા. આ ઘટના હજુ તાજી છે ત્યાં ઉત્તર પ્રદેશના ઓરિયામાં બે ટ્રક વચ્ચે ભારે ટક્કર થઈ હતી, અને અકસ્માતમાં ટ્રકથી મુસાફરી કરતા 24 કામદારોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા ઘાયલ થયા હતા.
અહીંના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 3;30 આસપાસ આ ઘટના બની હતી. બધા મજૂરો મોટાભાગે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હતા. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ચીફ મેડિકલ ઓફિસર અર્ચના શ્રીવાસ્તવે કહ્યું કે, 15 લોકોને સારવાર માટે સેફાઇ પીજીઆઈ રિફર કરવામાં આવ્યા છે. 24 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, 22 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા 15 લોકોને સૈફાઇ પી.જી.આઇ. આ મજૂરો રાજસ્થાનથી બિહાર અને ઝારખંડ જઇ રહ્યા હતા.
દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમિશનર અને ઈન્સ્પેક્ટર જનરલ કાનપુરને સ્થળની મુલાકાત લેવા અને અકસ્માતનું કારણ તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપ્યો છે.