ભારતમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. જોકે સાજા દર્દીઓની સંખ્યા હજુ નવા દર્દીઓની સરખામણીમાં વધારે નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 45,951 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સંખ્યા સાથે ભારતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3.03,62,848 પર પહોંચી છે.
જોકે ભારતમાં સાજા થનાર પેશન્ટ ની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60.729 પેશન્ટ રિકવર પણ થયા છે જેને કારણે ભારતમાં કુલ રિકવર પેશન્ટની સંખ્યા 2,94,27,330 જોવા મળી રહી છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,37,064 થવા પામી છે.
જોકે ભારતમાં મૃતકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 817 લોકોના મોત થયા છે.આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 3.98,454 પર પહોંચી છે. ભારતમાં ગઈકાલે 36,51,983 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારતમાં 33,28,,54,327 કુલ ડોઝ આપવામાં આવ્યા છે.