કોરોનાના વેવને કારણે મોતની સંખ્યામાં પણ વધારો થવા માંડ્યો છે. મંગળવારે દેશભરમાં કોરોના ચેપથી 275 લોકોનાં મોત થયાં. કૉરોનામાં આટલા લોકોના મોતની આ વર્ષની આ સૌથી મોટી સંખ્યા છે. આ સિવાય નવા કેસોની સંખ્યા પણ 47,262 રહી છે, જે ગયા વર્ષે 11 નવેમ્બર પછી કોઇ એક જ દિવસે પ્રાપ્ત થયેલા સૌથી વધુ કેસ છે. મૃત્યુની વાત કરીએ તો ગયા વર્ષે 30 ડિસેમ્બર પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. 30 ડિસેમ્બરે, કોરોના ચેપને કારણે 300 લોકો મૃત્યુ પામ્યા હતા. છેલ્લા બે દિવસની તુલનામાં, મૃત્યુના આંકડામાં આ મોટો ઉછાળો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 23,907 દર્દીઓ સાજાં થયા છે. આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 1,17,34,058 થઇ છે જયારે કુલ રિકવર થયેલ દર્દીઓની સંખ્યા 1,12,05,160 પહોંચી છે. આ સાથે ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 3,68,457 પર પહોંચી છે.