કોરોનાને કારણે દેશભરમાં સેનિટાઇઝનરની મંગમાં ભારે ડિમાન્ડ જોવા મળતા મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સુગર મિલોએ હેન્ડ સેનિટાઇઝરના ઉત્પાદનમાં જંપલાવ્યું હતું . તેમાં હવે ઉત્તર પ્રદેશની સુગર મિલોએ લીડ લઇ લીધી છે. ઉત્તરપ્રદેશના આબકારી કમિશનર શ્રી પી.ગુરુપ્રસાદએ જણાવ્યું હતું કે કેન કમિશ્નર સંજય આર. ભુસેરડ્ડી, અને મુખ્ય સચિવ એક્સાઇઝના સક્રિય પ્રયાસોથી હવે રાજ્યમાં 86 એકમો દ્વારા હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57.63 લાખ હેન્ડ સેનિટાઈઝરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ 47.85 લાખ લીટર સેનિટાઇઝરનું વેચાણ રાજ્ય અને રાજ્યની બહાર કરવામાં આવ્યું છે. તેનાથી જીએસટી સહિત આશરે 42.87 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ છે.
રાજ્યમાં 25 માર્ચથી ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ એક વિશેષ અમલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યમાં 130 લોકોને પકડી લેવામાં આવ્યા જેમાં 2715 લીટર ગેરકાયદેસર દારૂ ઝડપાયો હતો. ગેરકાયદેસર દારૂના કામ સાથે સંકળાયેલા 06 શખ્સોને જેલ મોકલી દેવાયા હતા.