રાજકોટ શહેરમાં 70 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ આ વર્ષે નોંધાયો છે. ચાલુ વર્ષે શહેરમાં સિઝનનો કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ૭૦ વર્ષની વાત કરવામાં આવે તો ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2010 માં 55 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1973-74માં માત્ર 7 અને 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ વર્ષે રાજકોટનો રેકોર્ડબ્રેક વરસાદ સીઝનનો 57 ઇંચ નોંધાયો છે. ઉલેખ્ખનીય છે કે, હજુ ચોમાસાની ઋતુને એક મહિનો બાકી છે. તેવામાં આ વર્ષે રાજકોટ શહેરમાં સારો વરસાદ નોંધાતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં 24 કલાકમાં અનરાધાર 18 ઇંચ વરસાદ નોંધાયા બાદ મોટા ભાગના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી હતી. સમયાંતરે સારો વરસાદ થતા આજે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા એક માત્ર ભાદર સિવાય તમામ જળાશયો ઓવરફલો જોવા મળી રહ્યા છે. જયારે ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર ૩.50 ફૂટ બાકી છે.
છેલ્લા 10 વર્ષમાં રાજકોટમાં પડેલા વરસાદના આંકડા
વર્ષ 2009 માં 22.92 ઇંચ
વર્ષ 2010 માં 55.50 ઇંચ
વર્ષ 2011 માં 39.09 ઇંચ
વર્ષ 2012 માં 19.09 ઇંચ
વર્ષ 2013 માં 47.4૦ ઇંચ
વર્ષ 2014 માં 15.1૦ ઇંચ
વર્ષ 2015 માં 31.33 ઇંચ
વર્ષ 2016 માં 22.36 ઇંચ
વર્ષ 2017 માં 53.8૦ ઇંચ
વર્ષ 2018 માં 23.48 ઇંચ
વર્ષ 2019માં અત્યાર સુધી કુલ 57 ઇંચ વરસાદ નોંધાયો છે