ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ખંડના મિલ ધારકો માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે.યોગી આદિત્યનાથે ખાંડ મિલ માલિકોને 4000 કરોડની સોફ્ટ લોન આપવાની વાતને બહાલી આપી દીધી છે અને આ લોન રાષ્ટ્રીયકૃત અને અન્ય ચુકવામાં આવશે આ નાગેનો નીંરાય મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારની મળેલી કેબિનેટ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.
મિટિંગ પુરી કાર્ય બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 2016-17 અને 2017-19 ની સીઝન માટે ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ ખાંડ મિલ માલિકો આપી શકે તે માટે આ નિર્ણય આજે લેવામાં આવ્યો છે. ખાંડ મિલ ધારકો આ 4000 કરોડની લોન શેરડી ઉગાવાતાં ખેડૂતો આપી શકશે. મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગીએ જણવ્યું હતું કે 4000 કરોડની લોન માટેનું પ્રોવિઝન પણ સરકારે કરી લીધું છે ખેડૂતોને તેના પૈસા તુરંત મળી જાય તે અગત્યનું છે.અને જે લોન મળવા પાત્ર છે તે મિલ માલિકો થકી સીધા ખેડૂતોના ખાતા માં જમા જ કરવામાં આવશે.