શ્રીલંકાની સરકારે ખાંડ અને કઠોળ, ડુંગળી જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર આયાત વેરો હટાવી દીધો છે.
રાષ્ટ્રપતિના મીડિયા ડિવિઝને જણાવ્યું હતું કે કોરોના વાયરસના ફેલાવાને કારણે હાલની મુશ્કેલીઓનો ખર્ચ ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આયાત ડ્યૂટી પાછી ખેંચી લેવાથી દેશમાં ખાંડના ભાવમાં ઘટાડો થશે.
તમને જણાવી દઈએ કે, કેટલાક મહિના પહેલા શ્રીલંકાના નાણાં મંત્રાલયે દેશમાં વિદેશી વિનિમયની કટોકટીને ધ્યાનમાં રાખીને ચોખા, લોટ, ખાંડ, દારૂ, અને વસ્ત્રો જેવા ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. શ્રીલંકાએ તેનો ઘરેલું ઉપયોગ પૂરો કરવા માટે આયાત પર નિર્ભર રહેવું પડતું હતું.