બીપીસીએલમાં દ્વારા ઓરિસ્સામાં 2020માંબનનાર પ્રથમ બાયોફયુલ રિફાઇનરી પ્લાન્ટમાં 3 કરોડ લીટર ઈથનોલ ઉત્પાદિત થશે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દપ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓરિસ્સાના બોલસિંઘા ખાતે ભારતની બીજી સેકન્ડ જનરેશન ઈથનોલ ઉત્પાદન કરવા માટેની બાયોફ્યુલરિફાઇનરી 2020માં કાર્યરત થઇ જશે.1000 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યો છે અનેનુ ભૂમિ પૂજન 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

રાઈસ સ્તરોમાંથી બન્ન્નાર આ દેશનો પ્રથમ ઈથનોલ પ્લાન્ટ છે અને બે લાખ ટન રાઈસ સ્તરોમાંથી દર વર્ષે 3 કરોડ લીટર ફ્યુલ ગ્રેડ ઈથનોલ ઉત્પાદન કરવાની ક્ષમતા આ પ્લાન્ટમાં રહેશે અને એથનોલ પેટ્રોલમાં ભેળવી દેવામાં આવશે અને તેનો ઉપયોગ ફ્યુલ તરીકે કરવામાં આવશે તેમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચીફ જનરલ મેનેજર સંદીબ પોલે જણાવ્યું હતું.
2018માં બનેલી રાષ્ટ્રીય બાયોફ્યુલ પોલિસી અનુસાર 2030 સુધીમાં ભારત સરકારે એવો ટાર્ગેટ સેટ કર્યો છે કે પેટ્રોલમાં ઈથનોલ 20 % મિક્સ કરવામાં આવે.હાલ તો બાયોફ્યુલ ન હોવાને અકરાંને ભારત માત્ર 3 થી 4 % જ ઈથનોલ પેટ્રોલમાં મિક્સ કરી શકે છે.ભારત પાસે બાયોમાસ 120 થી 160 મિલિયન મેટ્રિક ટન સરપ્લસ છે અને જો તેને ઈથનોલમાં કન્વર્ટ કરવામાં આવે તો તેમાંથી 3000 કરોડ લીટર ઈથનોલ ઉત્પાદિત કરી શકાય તેમ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્લાન્ટની નજીક રહેલા ખેડૂતો પોતાના કૃષિ વેસ્ટને અહીં પ્લાન્ટમાં વેંચવા આવશે જે અત્યાર સુધી તેઓ ફેંકી દેતા હતા અથવા જાળવી નાંખતા હતા.અહીંના નજીકના વિસ્તાર જેવા કે ભાટલી,સોહેલા ,લખાનપુર,બુરલા,અટ્ટાબિરા,અમ્બાભોના વગેરેના ખેડૂતો પાસેથી પણ રાઈસ સ્ટ્રો ખરીદવામાં આવશે.ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દપ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ પ્રકારના બે નવા પ્લાન્ટ માધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ નાંખવામાં આવશે.ઓરિસ્સા ખાતેના પ્લાન્ટમાં પણ લગભગ 1200 લોકોને રોજગારી આપી શકાશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દપ્રાઇવેટ લિમિટેડ દ્વારા કુલ 58 એકર જમીન ખરીદવામાં આવી છે અને સરકારના પર્યાવરણ વિભાગની મંજૂરી પણ મળી ચુકી છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here