એક બાજુથી ઉત્તર પ્રદેશના ખાંડ મિલ ધારકો નિકાસની બાબતમાં બહાના બનાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના ખાંડ મિલ ધારકો માર્ચ 2019 સુધીમાં 15 લાખ ટન ખાંડની નિકાસ કરવાનું મન બનાવી દીધું છે.એક બાજુથી બ્રાઝીલ,થાઈલેન્ડ અને યુરોપિયન યુનિયન ખાંડનું ઉત્પાદન ઓછું કરી રહ્યા છે અને રૂપિયો પણ નબળ પડતો જાય છે ત્યારે મહારાષ્ટ્રના ખાંડ મિલ માલિકોએ નિકાસ કરવાનું મન બનાવી લીધું છે
કેન્દ્ર સરકારે પણ ખાંડ નિકાસ માટે અઠવાડિક રીવ્યુ મિટિંગ લેવાનું શરુ કરી દીધું છે.કારણ કે ભારત આવતા બે વર્ષમાં 9 લાખ ટન ખાંડ નિકાસ કરવાનું મન બનાવી રહી છે.સરકારે પણ મિલ ધારકોને 50 લાખ ટન ખાંડ 2019 સુધીમાં નિકાસ કરવાનું કીધું છે જેમાં સરકાર દ્વારા અનેક લાભોની આ પેહેલા જ ઘોષણા કરી દેવામાં આવી છે.
દરમિયાન ગત શનિવારે મુંબઈ ખાતે કેન્દ્ર સરકાર,મરચન્ટ ટ્રેડર્સ અને મહારાષ્ટ્રની સુગર મિલો વચ્ચે એક મિટિંગ થઇ હતી.3 કલાક ચાલેલી આ મેરેથોન મિટિંગમાં સુગર ઇન્ડસ્ટ્રીના સુપ્રીમો શરદ પવારે દરેક ખાંડ મિલરોને નિકાસ કરવા માટે આગળ આવાનું જાનવીને કહ્યું હતું કે આ એક સુવર્ણ તક આવી છે અને દરેક મિલ ધારકોએ બંને હાથે તે તકને અડપી લેવી જોઈએ.
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકરવાને એ જણાવ્યું હતું કે આ વર્ષે વધુ એક્સપોર્ટ ની તક ઉભી થઇ છે
મિટિંગમાં એ પણ નક્કી થયું હતું કે સરકારી ડેલિગેશન ચીન,થાઈલેન્ડ,મલેશિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે અને જે માર્કેટ બ્રાઝીલ અને થાઈલેન્ડ દ્વારા કબ્જે કરવામાં આવી હતી તે માર્કેટને ઝડપવા માટે ભારતના મિલ ધારકો પાસે તક છે.આ મિટિંગમાં એવું પણ નક્કી થયું હતું કે હાઈ પાવર કમિટી ડાર્ટ શુક્રવારે રીવ્યુ મિટિંગ લેશે અને એક્સપર્ટ તો એવું માની રહ્યા છે કે આ વર્ષે ભારત 2005-06 નો 29.5 લાખ ટન ખાંડ નિકાસ કરવાના રેકોર્ડને પણ પાર કરી જશે.
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકરવાને એ જણાવ્યું હતું કે ભારત માટે આ ગોલ્ડાન તક છે કારણ કે બ્રાઝીલ અને થાઈલેન્ડમાં ઉત્પાદન ઘટ્યું છે અને ઓસ્ટ્રેલિયા તો છેક માર્ચ મહિનામાં મેદાનમાં નિકાસ માટે આવશે અને આંતરરાષ્ટ્રીય માર્કેટ ભારત માટે સંપૂર્ણ ખુલી છે અને 2019-20ના વર્ષમાં પણ ભારતે 40 લાખ ટન ખાંડ નિકાસ કરાવી પડશે.