ચક્રવાત તોફાન નિવાર આગામી 12 કલાકમાં તમિલનાડુ અને પુડ્ડુચેરી વચ્ચેના દરિયાકાંઠે બુધવારે મધ્યરાત્રિમાં ત્રાટકી શકે છે. ભારત હવામાન વિભાગે આ માહિતી આપી હતી. દરમિયાન સરકારે જણાવ્યું છે કે ચેમ્બરમબાક્કમ તળાવમાં વધુ પાણીની સંભાવનાને કારણે તળાવનું પાણી છોડવામાં આવ્યું છે. બુધવારે આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહ્યું હતું કે, “એવી તીવ્ર સંભાવના છે કે ચક્રવાતી વાવાઝોડું આગામી 12 કલાકમાં ખૂબ જ ભયાનક સ્વરૂપ લેશે. 25 નવેમ્બરની શરૂઆતમાં અથવા 26 નવેમ્બરની શરૂઆતમાં, તે તમિલનાડુ અને પુડુચેરીની વચ્ચે કરૈકલ અને મમલ્લાપુરમ વચ્ચેના કાંઠે ઉત્તર પશ્ચિમ તરફ વળશે અને ટકરાઈ તેવી સંભાવના છે.
તોફાનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની હશે, જે વધીને 145 કિમી પ્રતિ કલાકની હશે. ” ચેન્નાઈ અને આજુબાજુના વિસ્તારોમાં રાતોરાત વરસાદ પડ્યો હતો અને નીચલા સ્થળોએ પાણી ભરાયા હતા. ચક્રવાતના ભયને ધ્યાનમાં રાખીને બુધવારે તમિળનાડુમાં રજા જાહેર કરાઈ છે. દરમિયાન, જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચંબેબરમકમ તળાવમાંથી એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે કારણ કે પાણી મહત્તમ સ્તરે પહોંચશે. તેમણે કહ્યું કે બપોરે 12 વાગ્યાથી પાણી છોડવામાં આવશે.
ચેન્નાઇના ચેમ્બરમબક્કમ જળાશયની કુલ ક્ષમતા 3,6450 લાખ ઘનફૂટ છે, જેમાંથી તેનું જળ સ્તર 3,0000 લાખ ઘનફૂટ સુધી પહોંચ્યું છે. સાવચેતી રાખીને અધિકારીઓએ બુધવારે અદ્યર નદીમાં લગભગ 1000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું.