નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશે કૃષિ ક્ષેત્રે વધુ સહકારથી કામ કરવું જોઈએ કારણ કે બંને દેશોમાં આ ક્ષેત્રમાં વિકાસની નોંધપાત્ર સંભાવના છે. મંત્રી ગોયલે કહ્યું કે કૃષિ એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણે બંનેએ વધુ સુમેળ અને સહકારથી કામ કરવું જોઈએ. તેમણે CII દ્વારા આયોજિત ભારત-બાંગ્લાદેશ ડિજિટલ કોન્ફરન્સમાં વાત કરી હતી.
બાંગ્લાદેશના વાણિજ્ય પ્રધાન ટીપુ મુનશીએ માલ પર નિકાસ પ્રતિબંધ લાદતા પહેલા ભારતને બાંગ્લાદેશને જાણ કરવા અપીલ કરી હતી. ગોયલે કહ્યું કે, ભારત પૂરતા પ્રમાણમાં બફર સ્ટોક બનાવવા અને વધારવાના માધ્યમથી ડુંગળી અને બટાટા પર નિકાસ પ્રતિબંધની સમસ્યાને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ગોયલે કહ્યું, ભારતે બાંગ્લાદેશના ઘણા ઉત્પાદનો માટે કૃષિ-નિકાસ સહિત ડ્યુટી મુક્ત બજારની ઓફર કરી છે, અને બાધા બાંગ્લાદેશને અવરોધ મુક્ત વેપાર સુનિશ્ચિત કરવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.