સામાન્ય બજેટ રજુ થવાના પહેલા શેર બજારમાં ગુરુવારના રોજ સતત પાંચ દિવસ ગયો હતો. આઇટી, એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં વેચવાલીના દબાણમાં બીએસઇ સેન્સેક્સ 535 પોઇન્ટ તૂટ્યો હતો જયારે નિફ્ટી પણ 150 પોઇન્ટ નીચે સરક્યો હતો અને 13817.5 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. સેંક્સક્સ 30 માંથી 21 શેર રેડ ઝોન સાથે બંધ થયા હતા. સેન્સક્સ 5 દિવસમાં 3000 થી વધુ પોઇન્ટ તૂટી ગયો છે.ગઈકાલે પણ લગબગ 1000 પોઇન્ટ જેટલો સેન્સેક્સ તૂટ્યો હતો.
સેન્સેક્સના શેરમાં એચયુએલના શેરમાં સૌથી વધુ 2.6 % નીચે આવી ગયા હતા. મારુતિ સુઝુકીના શેરમાં 4.4 %, એચસીએલ ટેક અને બજાજ ફિનસર્વના શેરમાં 2% ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ એક્સિસ બેંક 5%, એસબીઆઈ 2% અને આઈસીઆઈસીઆઈ બેંક1.3 %ના તેજી જોવા મળી હતી.
સવારના સત્રમાં સૌથી વૈશ્વિક સંકેતો વચ્ચેના એચડીએફસી, ટીસીએસ, ઇફોસિસ અને આઇસીસીઆઈ બેંક જેવા મોટા શેરોમાં વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ ત્યારે પણ 520 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. જોકે સવારના સત્રમાં કારણે બજાર વધુ તૂટી જતું અટક્યું હતું. જોકે બપોર બાદ રિલાયંસનો ભાવ પણ 1923 નીચે સરકીને 1876 પર બંધ આવ્યો હતો.