નવી દિલ્હી: ભારતના લોકો માટે એક સારા સમાચાર છે. ભારતમાં કોરોનાના કેસ માં સત્તા ઘટાડો જોવા મળી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર 8,635 નવા COVID-19 કેસ નોંધાયા છે, તેમ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે. ભારતમાં છેલ્લા 8 મહિના દરમિયાન નોંધાયેલા આ એક દિવસના સૌથી ઓછા કેસ છે. મંગળવારે ભારતની કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,66,245 પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંદર્દીઓ સાજા થયા છે જેને કારણે ભારતમાં સાજા થયેલા કુલ કેસનીસંખ્યા 1,04,48,406 પર પહોંચી ગઈ છે અને હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સત્તા ઘટી રહી છે અને હવે તે 1,63,,353 પર પહોંચી છે જે એક સારા સમાચાર ગણવામાં આવી રહ્યા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 94 દર્દીઓના મૃત્યુ થયા છે.આ સાથે ભારતમાં કુલ મોતની સંખ્યા 1,54,486 પર પહોંચી ગઈ છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 માટે કુલ 19,77,52,057 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આમાંથી 6,59,422 નમૂનાઓનું સોમવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 39,50,156 લોકોને રસી આપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને શનિવારે કહ્યું હતું કે દેશમાં વિશ્વની સૌ