ભારતમાં કોરોનના કેસનમાં આજે ફરી 10 હજારની સપાટીથી ઉપર કેસ નોંધાયા છે. છેલ્લા 6 દિવસથી મુંબઈમાં ફરી એક વખત કોરોનાના 3 હજારથી વધારે કેસ આવી રહ્યા છે અને કેરાલામાં પણ દરરોજના 5000 થી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે ભારતમાં આ બંને રાજ્યોમાં વધતા કેસને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 11,610 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.
આ સાથે ભારતમાં વધુ 100 લોકોના મોત પણ નિપજ્યા હતા ભારતમાં આવેલા નવા 11,610 કેસને કારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જયારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,833 કેસ રિકવર થતા હાલ ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1.06,44,858 પર પહોંચી ગઈ છે હાલ ભારતમાં 1,36,549 દર્દીઓ સારવાર હેઠળ છે. ભારતના કુલ કેસના 72 % એક્ટિવ કેસ મહારાષ્ટ્ર,કેરળ અને કર્ણાટકમાં છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 100 દર્દીઓના મોત નિપજ્યા બાદ હાલ ભારતમાં કુલ મોત ની સંખ્યા 1,55,913 સુધી પહોંચી છે
.રસીકરણ અભિયાનનના ભાગ રૂપે ભારતમાં અત્યાર સુધીમાં 89,99,230 લોકોને રસી આપી દેવામાં આવી છે.