ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 2019ની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશની મોટાભાગની ખાંડ મિલો ખાંડ ની સાથે સાથે ઈથનોલનું પણ ઉત્પાદન કરતી થઇ જશે.નાગપુર ખાતે 10માં એગ્રોવીઝન ફેરના ઉદઘાટન પ્રસંગે બોલતા યોગી આદિત્યનાથે ઉપરોક્ત વાત કહી હતી.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે સરકારે ઈથનોલના ભાવ વધારી દીધા બાદ ઉત્તર પ્રદેશની ખાંડ મિલો ઈથનોલ નું ઉત્પાદન કરતા તત્પર છે. આ નિર્ણયથી ગ્રીન ફ્યુલના ઉપયોગથી દેશના નાણાં વિદેશ જતા પણ બચી જશે.
નાગપુર ખાતે યોજાયેલા એગ્રોવીઝન ફેર કે જે કૃષિ પરનો સૌથી મોટો ફેર ગણવામાં આવે છે તેમાં યોગી આદિત્યનાથ ઉપરાંત મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ઈથનોલ એ પેટ્રોલનો સબસ્ટિટ્યૂટ માનવામાં આવે છે અને હવે સરકારે પણ એક મજબૂત નિર્ણય લઈને બી હેવી મોલિસીસમાંથી પણ ઈથનોલ બનાવાની મંજૂરી આપી દીધા બાદ હવે ઈથનોલના ઉત્પાદનમાં પણ વધારો થશે.જોકે હાલ ઈથનોલની કિમંત 52 રૂપિયા પ્રતિ લીટર કરવાની માંગ કરવામાં આવી છે પણ તે શેરડીના ભાવ પર આધારિત રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2030ના વર્ષ દરમિયાન ઈથનોલ નું ઉત્પાદન ત્રણ ગણું કરવાની નેઈમ છે. 20% ઈથનોલ પેટ્રોલમાં મિક્સ કરવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે.આ લક્ષ્યથી 12000 કરોડ રૂપિયા વિદેશ જતા બચી જશે.