લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે ગૃહમાં વિરોધી પક્ષો પર આરોપ લગાવ્યો હતો કે, દેશમાં ખેડુતોમાં અરાજકતા પેદા કરવા માટે ઉશ્કેરવાની સાથે સાથે ત્રણ ખેતી કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેતેમના ફાયદા માટે છે અને તેઓની આવકનું રક્ષણ કરશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા અને ખેડૂત આંદોલનને લઈને વિરોધ પક્ષો ઉપર નારાજ હતા. ગૃહમાં વિપક્ષ પર હુમલો કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે મોદી સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે લેવામાં આવેલા પગલા વિપક્ષી પાર્ટીઓના રાજકીય હિતોને અને તેમના ખિસ્સા પર પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમાના ઘણા લોકોએ ફાર્મ લો પણ વાંચ્યો નથી, તેમ છતાં તેઓ તેમના રાજકીય હિતો પૂરા કરવા માટે ખેડૂત આંદોલનના વેશમાં અરાજકતા પેદા કરી રહ્યા છે. વડા પ્રધાને વધુ વાટાઘાટો માટે ખુલ્લી ઓફર કરી છે, તેમ છતાં વિપક્ષો ખેડૂતોને ઉશ્કેરે છે.
તેમણે ઉત્તર પ્રદેશના ખેડુતોના કલ્યાણ માટે તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની વિસ્તૃત માહિતી આપી. તેમણે કહ્યું કે જ્યારે લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રની શુગર મિલો બંધ કરવામાં આવી હતી, ત્યારે અમે તેમને રાજ્યમાં ચાલુ રાખ્યા હતા. અમારા ટેકાથી તેઓએ રોગચાળા દરમિયાન રેકોર્ડ ખાંડ, ઇથેનોલ અને સેનિટાઇઝર બનાવ્યા.
મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી તરફ ધ્યાન દોરતાં તેમણે કહ્યું હતું કે “વિપક્ષ શેરડીના લેણાંની વાત કરે છે”. આ લેણાં 2013 થી બાકી હતા. ત્યારે સત્તામાં કોણ હતું? અમે અત્યાર સુધીમાં રૂ. 1.22 લાખ કરોડના શેરડીના બાકી ચૂકવણી કરી દીધી છે. અમે 2004 અને 2017 ની વચ્ચે જે ચૂકવ્યું હતું તેના કરતા વધુ ચૂકવણી કરી છે તેમ યોગીએ જણાવ્યું હતું.