છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,989 નવા કોવિડ -19 કેસ અને 98 મૃત્યુ નોંધાયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,123 દર્દીઓ રિકવર થતા ભારતમાં કુલ 1,08,12,044 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘેર પાછા ફર્યા છે.
દેશમાં કુલ કોરોનાવાયરસના કેસની સંખ્યા 1,11,39,516 પર પહોંચી છે, જેમાં 1,70,126 સક્રિય કેસ અને 1,57,346 મૃત્યુનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલય મુજબ, દેશમાં કુલ 1,56,20,749 લોકોને COVID-19 સામે રસી આપવામાં આવી છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાનનો બીજો રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓએ તેમની કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ, મંગળવાર સુધીમાં કોરોનાવાયરસ માટે 21,84,03,277 જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 7,85,220 નો સમાવેશ થાય છે.