મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે પુણેમાં 40 કરોડના ખર્ચે શુગર મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સોમવારે ગૃહના ટેબલ પર આ જાહેરાત કરી હતી. પવારે કહ્યું કે, પુનાના શિવાજીનગર સ્થિત સાકર સંકુલ ખાતે શુગરમ્યુઝિયમ બનાવવાની દરખાસ્ત છે. તેમણે કહ્યું, આ પ્રોજેક્ટની કિંમત 40 કરોડ થશે. આ સંગ્રહાલય ખાંડ ઉદ્યોગ તેમજ મહારાષ્ટ્રના સહાયક ઉદ્યોગોમાં થતી પ્રગતિ વિશે માહિતી આપશે.
આ સંગ્રહાલય કાયમી પ્રદર્શન હશે અને તે બતાવશે કે મહારાષ્ટ્રમાં શુગર ઉદ્યોગ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં અને રોજગાર પેદા કરવામાં કેવી રીતે મદદ મળી હતી.મહારાષ્ટ્રમાં વધુની વધુ શુગર મિલો સહકારી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે. શુગર ઉદ્યોગ સમય જતાં વિકસિત થયો છે અને હાર્વેસ્ટિંગની રીત પણ બદલાઈ ગઈ છે. શુગર મ્યુઝિયમ લોકોને શિક્ષિત કરશે અને ગ્રામીણ અર્થતંત્ર વિશે જાગૃતિ લાવશે.