મુંબઇ: દાલમિયા ભારત સુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીએ ‘બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર’ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે. કંપનીએ ‘દાલમિયા ઉત્સવ’ પેકેજ્ડ શુગર નામની બ્રાન્ડ નામથી પ્રોડક્ટ લોન્ચ કરી છે. કંપનીના ડિરેક્ટર બી.બી.મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘દાલમિયા ઉત્સવ’ના પ્રારંભને લઈને અમે ખૂબ ઉત્સાહિત છીએ. અમારું ઉદ્દેશ વિશ્વ વર્ગ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયાના વપરાશકારોને ઉચ્ચ ગુણવત્તાની ખાંડ પૂરી પાડવાનો છે. કંપનીએ કહ્યું કે, તેઓ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બ્રાન્ડેડ પેકેટો અને પાઉચમાં ‘સલ્ફર મુક્ત વ્હાઇટ ક્રિસ્ટલ સુગર અને નેચરલ બ્રાઉન સુગર’ લોંચ કરવાની યોજના ધરાવે છે. તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ચંદીગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે આ ઉત્પાદનો ટોચના ઇ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, બિગ બાસ્કેટ અને ફ્લિપકાર્ટ, તેમજ ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.