દેશ ફરી એકવાર કોરોના રોગચાળાના ખતરાનો સામનો કરી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કોવીડ -19 કેસ સામે આવ્યા છે. તાજા ચેપ સિવાય, દેશમાં કુલ કેસો 1,15,55,284 પર પહોંચી ગયા, જેમાં 2,88,394 સક્રિય કેસ અને 1,11,07,332 રિકવર કેસનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં 188 લોકો ના મોત સહિત આ રોગચાળાથી અત્યાર સુધીમાં 1,59,558 લોકો મૃત્યુ પામ્યા છે.
ચાલુ કરવામાં આવ્યું છે અને ગઈકાલ રાત સુધીમાં 4,20,63,392 લોકોને રસી અપાઈ દેવામાં આવી છે.
જોકે દેશમાં પાંચ રાજ્યોમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેનાથી દેશમાં ફરી ડરામણું પિક્ચર સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્ર,ગુજરાત,પંજાબ,કર્ણાટક,મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના ના કેસમાં મોટો વધારો થયો છે અને તેની સામે રિકવરી ઓછી જોવા મળી રહી છે.
દેશના વડા પ્રધાને ફરી એક વખત લોકોને કોરોના ના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.