કેન્યાના દરસા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા મંગાવાયેલું 40,000 ઠ ખંડથી ભરેલું એક શીપમાં ખાંડની ગુણવત્તા કેન્યા બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ના સ્પેસિફિકેશન માં ખરી ન ઉતરતા શિપને પાછું બ્રાઝીલ મોકલી દેવામાં આવ્યું છે.એમ વી આર્યન લેડી નામના આ જહાંજમાં જે ખાંડનો હથ્થો લઈને આવ્યું હતું તેને મૉંબાસા પોર્ટથી બપોરે 3:30 વાગે પાછું રવાના કરી દેવામાં આવ્યું હતું
આ શિપને પાછું મોકલી દેવામાં આવ્યા પેહેલા કેન્યા રેવન્યુ ઓથોરિટી,ધ કેન્યા નેવી,કેન્યા પોર્ટ ઓથોરિટી,નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ,નેશનલ પોલીસ સર્વિસ જેવી અનેક એજન્સીઓ દ્વારા એ વાતની પણ ખરાઈ કરવામાં આવી હતી કે કાર્ગોમાં કોઈ ટેમ્પરિંગ તો કરવામાં આવ્યું તો તેની પણ જાંચ કરવામાં આવ્યા બાદ શિપને પાછું મોકલ્યું હતું,
કેન્યા રેવન્યુ ઓથોરિટીના કસ્ટમ્સ અને બોર્ડરકંટ્રોલ કમિશ્નર કેનેથ ઓછોલોએ એ વાતની પુષ્ટિ કેન્યાએ જહાજને પાછું બ્રાઝીલ મોકલી દીધું છે. જોકે આ મુદ્દે કોર્ટ બહાર સમાધાન કરી લેવામાં આવ્યું છે.