આગામી 10 વર્ષ દરમિયાન ચીન દેશમાં ખાંડની આયાતમાં થશે વધારો

ચીન દેશમાં ખાંડની આયાત આગામી દસ વર્ષમાં વધવાની સંભાવના છે, જે વાર્ષિક 5.8 ટકાના દરે વધશે અને 2030માં 5.52 મિલિયન ટન પર પહોંચી જશે, એમ ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલયે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવાયું છે.

ખાંડની આયાતમાં વધારો પાછળ દેશમાં ખાંડના વપરાશમાં વધારો થવાનું કારણ છે. ચીનમાં ખાંડનો વપરાશ દર વર્ષે 0.9% વધશે અને આ આંકડો 2030 માં વધીને 16.44 મિલિયન ટન થશે. આગામી 10 વર્ષમાં ઘરેલુ ખાંડનું ઉત્પાદન વધીને 11.35 મિલિયન ટન થશે, એમ અહેવાલમાં જણાવાયું છે.

બેઇજિંગ ઓરિએન્ટ એગ્રી બિઝનેસ કન્સલ્ટન્સીના વરિષ્ઠ વિશ્લેષકમા વેનફેંગના જણાવ્યા મુજબ, દેશમાં સરેરાશ ખાંડનું ઉત્પાદન સ્થાનિક માંગના 70 થી 80% જેટલું પૂરું કરે છે. 2020 માં ઘરેલું ઉત્પાદન સ્થિર છે અને વપરાશમાં વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, 2020 માં, ચીનનું સ્થાનિક ઉત્પાદન સ્થિર રહ્યું છે, પરંતુ ગયા વર્ષના શરૂઆતમાં આયાત કરેલી ખાંડ પરના ટેરિફ વધારવામાં આવ્યા હોવાથી હવે આયાત શુગર બજારનો મોટો હિસ્સો મેળવવાનું શરૂ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here