અડધાથી વધારે ભારતના વિસ્તારમાં વરસાદે લોકોને પરેશાન કરી મૂક્યા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, મહારાષ્ટ્ર, સહિત અનેક રાજ્યોમાં ગુરુવારે જોરદાર વરસાદ થયો હતો. બિહારમાં તો પુરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. હવામાન વિભાગે પણ આવનારા ૨૪ કલાક દરમિયાન અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના નિહાળીને રેડ એલર્ટ જાહેર કર્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કેટલાક સ્થળો ઉપર વીજળી પણ પડી શકે છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિભાગના પ્રભાવને કારણે ઉત્તરાખંડમાં આગામી ૨૪ કલાક દરમિયાન અનેક સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તારોમાં પણ ચક્રવર્તી સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ત્યારે ત્યાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓરિસ્સામાં પણ આવનારા ત્રણ ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.
બિહારના ચંપારણ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની છે ગંદક નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે અને સંપર્ક તૂટી ગયો છે તો સાથોસાથ ગોપાલગંજ માં પણ પુરની પરિસ્થિતિને કારણે અનેક લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. ગંડક નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધવાને કારણે લગભગ ૫૦ જેટલા ગામોમાં પાણી ઘુસી ગયો છે.
પશ્ચિમ બંગાળની વાત કરીએ તો કલકત્તાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. છેલ્લા ત્રણ દિવસ અહીં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હુગલી ના આરામ બાગમાં પણ સેંકડો લોકો ભારે વરસાદને કારણે પરેશાન થયા છે. 3,000 લોકોથી વધારે લોકો પ્રભાવિત છતાં તેમના સ્થળાંતર કરવામાં આવ્યા છે તો બીજી બાજુ મુંબઈમાં પણ મોસમ વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ એલર્ટ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં જોરદાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદની સંભાવના બની રહી છે.