કલબુર્ગી : કર્ણાટકના ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર પ્રધાન મુરુગેશ નિરાનીએ જણાવ્યું હતું કે, કલબુર્ગી જિલ્લાના વિવિધ આર્થિક ક્ષેત્રમાં પછાત લેન્ડસ્કેપને પરિવર્તિત કરવા માટે તેમની મહત્વાકાંક્ષી 30 વર્ષીય ‘કલબુર્ગી વિઝન 2050’ ના ભાગરૂપે, જિલ્લામાં ખેતીનું ઇઝરાઇલ મોડેલ લાગુ કરવામાં આવશે. તમામ તાલુકાનો તેનો અમલ થશે. પ્રધાન નિરાનીએ મીડિયા લોકોને જણાવ્યું હતું કે ઇઝરાઇલ મોડેલ મર્યાદિત સંસાધનો વાળી ઉચ્ચ ઉત્પાદકતા માટે જાણીતું છે. અમે આ પ્રકારની ખેતી કાલબુર્ગી જિલ્લાના દરેક તાલુકામાં 100 એકરમાં પાયલોટના આધારે લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. પાયલોટ પ્રોજેક્ટના પરિણામોની આકરણી કર્યા પછી અમે અન્ય વિસ્તારમાં પ્રોજેક્ટને વિસ્તૃત રીતે લઇ શકીએ છીએ.
કલબુર્ગીના ખેડુતો લાલ ,લીલા અને કાળા ચણા અને જુવાર જેવા પરંપરાગત પાક ઉગાડવા માટે ખેતીના પરંપરાગત નમૂનાને અનુસરી રહ્યા હતા. પરંતુ, તેમણે કહ્યું કે, આ રોકડ પાક કરતા ઓછા નફાકારક હતા. પાછલા 20 વર્ષોમાં, પડોશી વિજયપુર જિલ્લાના ખેડુતો, અલમતી જળાશય દ્વારા કૃષ્ણ નદીના પાણીનો ઉપયોગ કરીને, રોકડ પાક, ખાસ કરીને શેરડી, તરફ વળ્યા છે. નિરાનીએ કહ્યું, હું કલબુર્ગી જિલ્લાના પસંદ કરેલા ખેડુતોને વિજયપુરા લઈ જવાનું વિચારી રહ્યો છું જેથી તેઓ જાતે જ જ્ઞાન મેળવી શકે, સફળ ખેડુતોના અનુભવથી શીખી શકે અને તેઓને કલબુર્ગી માં લાગુ કરી શકે.