પેરિસ: બેધીન બ્રાન્ડ દ્વારા ઉત્પાદિત કેટલાક ખાંડના પેકેટો ફ્રાન્સમાં પાછા બોલાવવામાં આવી રહ્યાં છે કારણ કે તેમાં અધિકૃત માત્રા કરતા વધુ પેસ્ટીસાઈડ ની માત્રા દેખાડવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાંડના ઉત્પાદક ટેરીઓસે 22 જૂને કહ્યું હતું કે 1000 ટન ખાંડ પાછી ખેંચી લેવામાં આવી છે અને 1,000 ટનનું ડિલિવરી બંધ કરી દેવામાં આવી છે.
બેધીન સઈને એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,શુગર રિકોલ એ યુરોપિયન કાયદા દ્વારા અધિકૃત સ્તર કરતાં વધુના સ્તરે ઇથીલીન ઓકસાઈડ ની હાજરીને કારણે છે. ઇથીલીન ઓકસાઈડની કાર્સિનોજેન તરીકે માન્યતા આપવામાં આવે છે. જે લોકો પેસ્ટિસાઇડ એક્સપોઝર સાથે શુગર પેકેટ ખરીદ્યા છે તેમને કંપની દ્વારા ઉત્પાદન ન ખાવા અને પેકની સામગ્રી ફેંકી દેવાની સલાહ આપવામાં આવી છે.