ભારતમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલ ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.આજે સવારે ફરી એક વખત ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકી દેવાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35-35 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ અહીં પેટ્રોલ 98.11 રૂપિયા અને ડીઝલ 88.65 રૂપિયા પ્રતિ લિટરના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે.
જૂનમાં અત્યાર સુધીમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં રૂ. 3.88 અને ડીઝલના ભાવમાં 3.50 નો વધારો થયો છે. આ પહેલા મે મહિનાની શરૂઆતમાં પેટ્રોલ 3.83 અને ડીઝલ 4.42 રૂપિયા મોંઘુ થયું હતું.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 33 પૈસા વધીને 104.22 રૂપિયા પ્રતિ લિટર થયો છે. મુંબઈમાં પેટ્રોલ આજે પ્રથમ વખત 104 રૂપિયાને પાર કરી ગયું છે. ડીઝલ 37 પૈસા મોંઘુ થયું છે, જે લિટરદીઠ રૂ. 96.16 ની વિક્રમી સપાટીએ છે. ચેન્નઇમાં પેટ્રોલ 31 પૈસા મોંઘુ થઈને અને 99.19 રૂપિયા જ્યારે ડીઝલ મોંઘુ થઈ ગયું છે અને ડીઝલ 34 પૈસાના વધારા સાથે 93.23 રૂપિયા પ્રતિ લિટર થયું છે. કોલકાતામાં પેટ્રોલ 34 પૈસા અને ડીઝલ 35 પૈસા મોંઘુ થયું છે. ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 97.97 રૂપિયા અને ડીઝલની કિંમત 91.50 રૂપિયા છે.