સાઓ પાઉલો: બ્રાઝિલની ઉર્જા કંપની Raízen SA એ દેશમાં પોતાનો બીજો સેલ્યુલોસિક ઈથેનોલ પ્લાન્ટ (Cellulosic ethanol plant) સ્થાપવાની યોજના ધરાવે છે. નવા પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 82 મિલિયન લિટર હશે, જે તેના પ્રથમ પ્લાન્ટ ની ક્ષમતા બમણી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યાપારી ધોરણે બે સેલ્યુલોસિક ઈથેનોલ પ્લાન્ટ ચલાવનાર વિશ્વની એકમાત્ર કંપની રાયઝેને તેમાં કેટલી રકમ રોકાણ કરવાની છે તેની વિગતો આપી નથી. રાયઝેનના આ પગલાનો ઉદ્દેશ સેલ્યુલોસિક બાયોફ્યુઅલ ની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે છે. રાયઝને કહ્યું હતું કે, નવા પ્લાન્ટનું 91% ઉત્પાદન વૈશ્વિક ઊર્જા પ્લેયર સાથે લાંબા ગાળાના કરાર હેઠળ વેચાઇ ચૂક્યું છે. નવો પ્લાન્ટ સાઓ પાઉલો રાજ્યના ગુઆરીબામાં બોનફિમ બાયો એનર્જી પાર્કનો ભાગ હશે, જેમાં શેરડીના બાયોમાસ માંથી ખાંડ, ઇથેનોલ અને વીજળી ઉત્પન્ન કરવા ઉપરાંત કંપનીનો પ્રથમ બાયોગેસ પ્લાન્ટ શામેલ છે, એમ કંપનીએ જણાવ્યું હતું. જેનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2020 માં કરવામાં આવ્યું હતું. નવો પ્લાન્ટ 2023 સુધીમાં કામગીરી શરૂ કરવાની તૈયારીમાં છે, જે રાયઝેન ની કુલ સ્થાપિત ક્ષમતા વધારીને વાર્ષિક સેલ્યુલોસિક ઇથેનોલના 120 મિલિયન લિટર સુધી વધારશે, એમ કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું.