કેપટાઉન: પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલ મોકલવામાં આવ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં હિંસા ફાટી નીકળી છે. ક્વાઝુલુ-નાતાલના મુખ્ય ખાંડ ઉત્પાદક ક્ષેત્રની તમામ શુંગર મિલોએ તોફાનીઓ દ્વારા શેરડીના ટ્રકને હાઇજેક કરી લીધાં હતાં અને શેરડીનાં ખેતરો સળગાવી દીધા છે. શુગર ઉદ્યોગના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 300,000 ટન શેરડી બળીને ખાખ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના ખેડુતો ઘણા દિવસોથી અશાંતિ અને લૂંટનો ભોગ બન્યા છે. ઉત્પાદનો વહન કરતી ટ્રકોને બજારો સુધી પહોંચતા અટકાવવામાં આવી રહ્યાં છે, જેનાથી ખાદ્ય પુરવઠા માટે ખતરો બની રહ્યો છે.
ગત સપ્તાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલમાં ધકેલી દેવાયા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાઓ પોલીસ સાથે ઘર્ષણ થયા છે. શોપિંગ મોલમાં તોડફોડ કરવામાં આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધીમાં ડઝનેક લોકોનાં મોત નીપજ્યાં છે. દેશના કેટલાક મોટા રાજમાર્ગો બંધ કરાયા છે. દેશના મુખ્ય કૃષિ મંડળ એગ્રિસાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્રિસ્ટો વેન ડર રિડેએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પહેલાથી જ મોટું નુકસાન વેઠવું પડ્યું છે કારણ કે તેઓ સ્થાનિક ઉત્પાદનો અને દુકાન પર પોતાના ઉત્પાદન મેળવી શકતા નથી. એગ્રિસાનો એક ખેડૂત અગાઉથી જ નાશ પામનાર પેદાશના 30 લાખ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું છે.
દક્ષિણ આફ્રિકામાં કેનેગરોના ચીફ એક્ઝિક્યુટિવ થોમસ ફનકે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 300,000 ટન શેરડી બળીને ખાખ થઇ ચુકી છે. શુંગર ઉત્પાદક ટોંગાટ હુલેટે કહ્યું કે તેની મિલો અને રિફાઇનરીઓ પણ બંધ છે. સાઇટ્રસ ગ્રોવર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ જસ્ટિન ચેડવિકે જણાવ્યું હતું કે સાઇટ્રસની નિકાસ પણ અટકી ગઈ છે, જ્યારે ડર્બન બંદર તરફના મુખ્ય રસ્તાઓનો ઉપયોગ કરવા માટે ટ્રકો અસમર્થ છે, જ્યાં અડધાથી વધુ સાઇટ્રસની નિકાસ થાય છે. સ્પેન પછી દક્ષિણ આફ્રિકા તાજા સાઇટ્રસ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે