નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા, ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2013-14માં ઇથેનોલ ની ખરીદી 38 કરોડ લિટર થી વધીને 2020-21માં 343 કરોડ લિટર થઈ છે. માત્ર સાત વર્ષમાં ઇથેનોલની ખરીદી દસ ગણી વધી છે. ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ, ઇથેનોલ સપ્લાયરોએ ચાલુ 2020-21 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 343.16 કરોડ લિટર ઇથેનોલ સપ્લાય કરવાનો કરાર કર્યો છે. OMC ને 2 ઓગસ્ટ સુધી 209.67 કરોડ લિટર ઇથેનોલ મળ્યું છે. નોંધનીય છે કે, ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2020-21 નો સમયગાળો 1 ડિસેમ્બર 2020 થી 30 નવેમ્બર 2021 સુધીનો છે.
આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ સોમવારે (9 ઓગસ્ટ) લોકસભામાં લેખિત જવાબમાં આપી હતી. હાલમાં, OMCs તેમના રિટેલ આઉટલેટ્સ માંથી 90 ટકા પેટ્રોલ અને 10 ટકા ઇથેનોલ ધરાવતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે. 2014 થી, કેન્દ્ર સરકારે દેશમાં ઇથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ વધારવા માટે ઘણા પગલાં લીધા છે. અન્ય પગલાંઓમાં ઇથેનોલના પુરવઠા વર્ષ 2017-18 થી વાર્ષિક ધોરણે ઇથેનોલના એક્સ મિલ ભાવમાં વધારો, ઈથેનોલ પર જીએસટી દર ઘટાડીને ઇબીપી પ્રોગ્રામ માટે પાંચ ટકાનો સમાવેશ થાય છે.