આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્તાહના અંતે કાચા તેલમાં વધારો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત 51 મા દિવસે દેશમાં સ્થિર રહ્યા હતા. વેટમાં ઘટાડો થવાને કારણે 2 ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 8 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો અને ત્યારથી દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. સપ્તાહના અંતે બ્રેન્ટ ક્રૂડ 0.20 ટકા વધીને 74.13 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ 0.46 ટકા ઘટીને 71.45 ડોલર પ્રતિ બેરલ પર હતું.
સ્થાનિક બજારમાં 51માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં વેટ ઘટાડાને કારણે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) પંપ પર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર રહી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે દરરોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ કરવામાં આવે છે.
આજે દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ હતા
શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
દિલ્હી 95.41 89.67
મુંબઈ 109.98 94.14
ચેન્નાઈ 101.40 91.43
કોલકાતા 104.67 89.79