નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 30 ડિસેમ્બરે રાજ્યના નાણા પ્રધાનો સાથે પ્રી-બજેટ બેઠક યોજવાના છે. આ બેઠક કેન્દ્રીય બજેટ 2022-23 માટે પ્રી-બજેટ પરામર્શની શ્રેણીનો એક ભાગ હશે. જ્યારે આ વર્ષે મોટાભાગની પરામર્શ બેઠકો COVID-19 પ્રતિબંધોને કારણે ઓનલાઈન રાખવામાં આવી છે, ત્યારે રાજ્યના નાણાં પ્રધાનો સાથેની બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં યોજાશે.
દરેક રાજ્યના નાણાં મંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે.ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ આ બેઠકમાં ભાગ લેવા ગઈકાલે જ દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતના પ્રશ્નોને લઈને પણ તેઓ નાણાં મંત્રી સાથે બેઠક કરશે તેવું જાણવા મળે છે.
Home Gujarati Business news in Gujarati નિર્મલા સીતારમણ રાજ્યના નાણાં પ્રધાનો સાથે આજે પ્રી-બજેટ બેઠક કરશે