ભારતમાં કોરોનાના કેસે બુલેટ સ્પીડ કરી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ અર્ધો લાખની ઉપર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસ વધીને સીધા 58.097 પાર પહોંચી ગયા છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજધાની દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાત,તામિલનાડુ, વેસ્ટ બંગાળમાં કોરોનાના કેસનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે. જે ચિંતાજનક છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,389 દર્દી રિકવર થયા છે હાલ દેશમાં એક્ટિવ કેસ લોડ 2,14,004 ને પાર જોવા મળી રહ્યો છે .જે રીતે દેશમાં કેસ સામે આવી રહ્યા છે તે જોતા થોડા દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખને વટાવી દેશે તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 534 લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે.
ભારતમાં ઓમિકરોના ના કેસ પણ વધીને 2000 થી આગળ નીકળી ગયા છે. હાલ મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ અને ગુજરાતમાં ઓમીક્રોનના કેસ વધારે જોવા મળી રહ્યા છે. કુલ 23 રાજ્યો અને યુનિયન ટેરેટરીમા ઓમીક્રોનના કેસ જોવા મળ્યા છે.