સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભાજપ સરકાર ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતો માટે કાયમી ઉકેલ પર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ખાંડના બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે શેરડીનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે પણ કરવામાં આવશે.
સહારનપુરમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે અગાઉની સરકારો કરતા દસ વર્ષમાં શેરડીના ખેડૂતોને વધુ પૈસા આપ્યા છે. આ ભાજપ સરકારનો ઈતિહાસ છે, અમારી પરંપરા છે કે અમે અમારા તમામ વચનો પૂરા કરીએ છીએ. અમારી સરકાર છે જેણે શેરડીના ખેડૂતોને પહેલા કરતા વધુ ચૂકવણી કરી છે. શેરડી આધારિત ઇથેનોલમાંથી 12,000 કરોડ રૂપિયા મળ્યા છે અને તેનાથી શેરડીના ખેડૂતોની આવકમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શેરડીના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને હવે શેરડીમાંથી માત્ર ખાંડ જ નહીં, પણ તેમાંથી ઇથેનોલ પણ બનાવી શકાશે