લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને ખાંડનાં પ્રશ્ને સરકાર હવે ફરી એક વખત આગળ આવી છે.ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગ દ્વારા એક હાઈ લેવલ મિટિંગ 15 ફેબ્રુઆરીના રોજ કૃષિ ભવન નવી દિલ્હી ખાતે બોલવામાં આવી છે જેમાં ખાંડ સાથે જોડાયેલા વિવિધ એસોસિયેશન,સુગર કમિશનરો,મહારાષ્ટ્ર્ર ઉત્તર પ્રદેશ સહિતના મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોના કમિશનરને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
સ્વાભાવિક રીતે જ સુગર મિલોને શેરડીના ખેડૂતોને એરીયર ચુકવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે ખેડૂત આંદોલનો પણ જોર પકડી રહ્યા છે અને વિરોધpn થઇ રહ્યો છે અને સરકાર પણ આ અંગે ચિંતિત છે કારણ કે લોકસભાની ચૂંટણી પણ એપ્રિલ અને મેં મહિના દરમિયાન યોજાનાર છે
ત્યારે 15 ફેબ્રુઆરીના રોજ મળનારી મિટિંગમાં અનેક પ્રશ્ની ચર્ચા થશે. જેમાં ખાંડના બફર સ્ટોકને ધાયનમાં લઈને શેડ્યુલ બેંકો દ્વારા 100 % ક્રેડિટ લોન,સુગર મિલો દ્વારા કેશ ક્રેડિટ લોનની જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,પ્રાઇવેટ સુગર મિલોમાં શોટ માર્જિનનો ઇસ્યુ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ સુગર સ્ટોકની વેલ્યુએશન ના મુદ્દા પર ચર્ચા વિમર્શ કરવામાં આવશે
આ મિટિંગમાં ભારતની તમામ પી એસ યુ બેન્કના વડા ઉપરાંત ઈન્ડિન સુગર મિલ એસોસિયેશન સહિતના એસોસિયેશનને પણ ઉપસ્થિત રહેવા જણાવાયું છેસાથે સાથે,મહારાષ્ટ્ર સ્ટેટ કોપેરેટિવ સુગર ફેડરેશનને પણ મિટિંગમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.એવું માનવામાં આવે છે કે આ મિટિંગ દરમિયાન સુગર મિલો અને બેન્કિંગ રિલેટેડ ઇસ્યુ પર વિશેષ ધ્યાન દેવામાં આવશે અને કોઈ ચોક્કસ નિર્ણયની જાહેરાત પણ કરવામાં આવી શકે તેમ છે.