ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો છે. અને આજે ફરી ભાવ વધારો પ્રજા પર ઝીંકી દેવામાં આવ્યો છે. મંગળવારે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 76 થી 85 પૈસાનો વધારો ઝીંકી દીધો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 67 થી 75 પૈસાનો વધારો થયો છે.
છેલ્લા 8 દિવસમાં 7 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવાતા કુલ 5 રૂપિયા જેટલો ભાવ પેટ્રોલ અને ડીઝલ પર વધી ગયો છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મંગળવારે લખનૌમાં એક લિટર પેટ્રોલ 100.6 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 91.62 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
આજે દિલ્હીમાં પેટ્રોલ – 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 91.47 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જયારે મુંબઈમાં પેટ્રોલ 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.25 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ પેટ્રોલ પમ્પ પર જોવા મળ્યા હતા. લખનૌમાં પેટ્રોલની કિંમત 100.6 રૂપિયા અને ડીઝલ રૂ. 91.62 પ્રતિ લીટર તો ગાઝિયાબાદ પેટ્રોલની કિંમત 99.20 રૂપિયા અને ડીઝલ રૂ. 90.84 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 105.94 પૈસા અને ડીઝલ 96 રૂપિયા પાર પહોંચી ગયું છે. જયારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 109.68 અને ડીઝલનો ભાવ 94.62 પર જોવા મળી રહ્યો છે.