આ સિઝનમાં દેશમાં ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થવાની ધારણા છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ઉત્પાદનની ગતિ આ વખતે ધીમી છે. ઉત્તર પ્રદેશમાં ગત સિઝનની સરખામણીએ ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન ઓછું છે.
સરકારી આંકડા મુજબ, 06 એપ્રિલ, 2022 સુધીમાં રાજ્યમાં 891.01 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 90.06 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત સિઝનની સરખામણીમાં ઓછું છે. ગત સિઝનમાં 1027.50 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 110.59 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
આ જ સિઝનમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક શેરડી અને ખાંડના ઉત્પાદનના સંદર્ભમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ISMA) અનુસાર, 2021-22 સીઝન દરમિયાન, મહારાષ્ટ્રે 31 માર્ચ, 2022 સુધીમાં 118.81 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 100.47 લાખ ટન હતું. કર્ણાટકમાં 31 માર્ચ, 2022 સુધીમાં 72 શુંગર મિલોએ 57.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન 66 શુંગર મિલોએ 42.38 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.