નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા હિટવેવ વચ્ચે, ભારત હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ અલર્ટ ની ચેતવણી જારી કરી છે. મીડિયાને માહિતી આપતા આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ કહ્યું કે બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. આને ધ્યાનમાં રાખીને અમે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જેનામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મેના પ્રથમ સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના છે. IMDએ જણાવ્યું કે, 2-4 મે દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. IMD 3 અને 4 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. IMD એ ગરમીની સ્થિતિની જાણ કરી છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત અને આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં.હિટ વેવ ની સૂચના આપી છે.