પાકિસ્તાને ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો

ઈસ્લામાબાદ: વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે દેશમાં ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. વડા પ્રધાને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આની જાહેરાત કરી હતી. સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને મેં ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે. તેમણે ખાંડનો સ્ટોક અને ભાવ સ્થિર રાખવાનો નિર્ણય કર્યો અને દાણચોરી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કિંમતોને સ્થિર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, શાહબાઝે તેમની આર્થિક ટીમને દેશની જરૂરિયાતોને પહેલા પૂરી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે પ્રતિબંધના અસરકારક અમલીકરણ વિશે સતત માહિતી આપવાનો નિર્દેશ પણ આપ્યો અને કહ્યું કે બેદરકારી અને ચૂક ના કિસ્સામાં, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદાર ગણવામાં આવશે.

સરકારે રમઝાન દરમિયાન રાહત પેકેજનો સમયગાળો સમાપ્ત કર્યા પછી યુટિલિટી સ્ટોર્સ પર વિવિધ આવશ્યક ખાદ્ય ચીજોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. યુટિલિટી સ્ટોર્સ કોર્પોરેશને એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે સરકાર હવે 19 ને બદલે પાંચ વસ્તુઓ પર સબસિડી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here