ઇથેનોલ બ્લેન્ડિંગ દ્વારા રૂ. 41,000 કરોડની ફોરેન એક્સચેન્જની બચત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની ઇથેનોલ સંમિશ્રણ નીતિનું ફળ વળતર મળી રહ્યું છે, દેશે નિર્ધારિત સમય પહેલા 10 ટકા મિશ્રણ પ્રાપ્ત કર્યું છે. હવે 2025 સુધીમાં 20 ટકા સંમિશ્રણનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો છે અને સરકાર તેને હાંસલ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ દાવો કર્યો હતો કે 10 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી દેશને વિદેશી હૂંડિયામણમાં રૂ. 41,000 કરોડથી વધુની બચત થઈ છે. ઓટો ઇન્ડસ્ટ્રી બોડી SIAMની એક ઓનલાઈન ઈવેન્ટમાં બોલતા મંત્રી ચૌબેએ જણાવ્યું હતું કે ભારતે તાજેતરમાં 10 ટકા ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્યાંક નિર્ધારિત કરતા 5 મહિના પહેલા હાંસલ કર્યો છે.

તેમણે કહ્યું કે દેશના વિદેશી હૂંડિયામણની બચત સાથે ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને ફાયદો થયો છે. ચૌબેએ જણાવ્યું હતું કે, સરકારનું આગામી લક્ષ્ય 20 ટકા ઇથેનોલ સંમિશ્રણ પ્રાપ્ત કરવાનું છે અને તે 2025-26 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે. દેશની ઇંધણની આયાત અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે, દેશમાં જેમ જેમ ઇથેનોલની ઉપલબ્ધતા વધે છે, તેટલી જ માત્રામાં ક્રૂડ ઓઇલ (પેટ્રોલ ઉત્પાદન માટે વપરાય છે)ની આયાત ઘટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here