એક અલગ સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ઊંચા ભાવને કારણે ઉત્પાદકોને વિન્ડફોલ લાભના બદલામાં સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન રૂ. 23,230નો વધારાનો ટેક્સ લાદ્યો છે.
નિકાસ પરનો ટેક્સ ઓઇલ રિફાઇનરીઓ માટે છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્રની રિફાઇનરી પર વધારે લાગુ પડે છે., જેમને યુરોપ અને યુએસ જેવા બજારોમાં ઇંધણની નિકાસ કરવાથી ઘણો ફાયદો થાય છે.
બીજી તરફ, ક્રૂડ ઓઈલના સ્થાનિક ઉત્પાદન પર લાદવામાં આવેલ ટેક્સ સ્થાનિક ઉત્પાદકો માટે છે જેઓ ઊંચા આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવોથી વિન્ડફોલ લાભ મેળવી રહ્યા છે. જોકે સરકારના આ નિર્ણયથી ઓઇલ કંપનીના શેરોમાં ગાબડાં પડ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ આજે ટોચ પર 2592 થી ઘટીને એક સમયે 2365 સુધી પહોંચી ગયો હતો જોકે બાદમાં થોડી રિકવરી જોવા મળી હતી. ONGC ના શેરમાં 14% નો ઘટાડો નોંધાયો હતો.