શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 79.25 ના સ્તર પર

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પગલાં છતાં રૂપિયો દબાણ હેઠળ આવવા લાગ્યો છે, આજે ભારતીય ચલણ શરૂઆતના સ્તરે 12 પૈસાનો ઘટાડો જોઈ રહ્યો છે, જે ઇન્ટ્રાડેમાં વધુ વધવાની ધારણા છે. યુએસ ચલણની મજબૂતાઈ અને વિદેશી ભંડોળના સતત ઉપાડને કારણે, શુક્રવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 79.25 થયો હતો. ગઈ કાલે અમેરિકી ડૉલર સામે રૂપિયો 79.13 ના સ્તર પર બંધ થયો હતો.

ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો 79.20 પર ખૂલ્યો હતો, અને પછી ઘટીને 79.25 થયો હતો, જે અગાઉના બંધ ભાવની સામે 12 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.05 ટકા ઘટીને 107.07 પર હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.17 ટકા વધીને બેરલ દીઠ $104.83 થયો હતો. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 925.22 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે, “રૂપિયો સપાટ વલણ સાથે ખુલ્યો હતો, પરંતુ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પગલાં છતાં દબાણ હેઠળ આવવાનું શરૂ થયું હતું.”

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ગયા મહિને યોજાયેલી યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની વિગતો, જે બુધવારે જાહેર કરવામાં આવી હતી, તે આક્રમક વલણ સૂચવે છે અને જુલાઈમાં વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો થવાની ધારણા છે. આ અસરને કારણે રૂપિયો વધુ તૂટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here