મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે ગુરુવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારે પેટ્રોલના ભાવ પર પ્રતિ લિટર રૂપિયા 5 અને ડીઝલના ભાવમાં રૂપિયા 3 પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
શિંદેએ મંત્રાલયમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપી હતી કે આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર રૂ.6,000 કરોડનો બોજ પડશે.
કેબિનેટની મીટિંગ બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સરકાર લોકોની સુખાકારી માટે બની છે અને અન્ય રાજ્યો દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવામાં આવ્યો હતો પરંતુ ત્યારે અઘાડી સરકારે ટેક્સ ઘટાડ્યો ન હતો. પણ રાહત મળે તે માટે પેટ્રોલ અને ડીઝલ પાર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે