રૂપિયામાં નજીવો ઘટાડો, શરૂઆતના વેપારમાં 10 પૈસા ઘટીને 79.89 થયો

આજે રૂપિયો 79.82 પર ખુલ્યો છે, જે ગઈકાલના 79.79 ના બંધ સ્તરથી 3 પૈસાનો ઘટાડો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો 79.89 રૂપિયા પ્રતિ ડૉલરના સ્તરે જોવા મળી રહ્યો છે. જેમાં આજે શરૂઆતના સ્તરેથી 7 પૈસાનો ઘટાડો આવ્યો છે.જયારે બપોરે ત્રણ વાગ્યે 79.90 પાર પહોંચ્યો હતો.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે વ્યાજદરમાં તીવ્ર વધારાની આશંકા વચ્ચે રૂપિયો ઘટાડાનાં રેન્જમાં રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતો અને વિદેશી મૂડીના પ્રવાહને કારણે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયાએ નફો ગુમાવ્યો હતો અને હવે તે ડોલર સામે ઘટાડો દર્શાવે છે.

HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા અનુસાર, બુધવારે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠક પહેલા ફોરેક્સ માર્કેટે ‘જોવો અને રાહ જુઓ’નો અભિગમ અપનાવ્યો છે. આ સિવાય નબળા સ્થાનિક શેરબજાર અને ક્રૂડ ઓઈલના ભાવની પણ રૂપિયા પર અસર થઈ છે.

વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈને માપતો ડૉલર ઈન્ડેક્સ 0.31 ટકા વધીને 106.81 થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ઓઈલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર આજે બેરલ દીઠ $105 પર ટ્રેડ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here