પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં છ અબજ UPI વ્યવહારોની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના ટ્વીટના જવાબમાં, વડા પ્રધાને ઉપરોક્ત બાબત કહી હતી.
“આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. તે નવી ટેક્નોલોજી અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવા માટે ભારતના લોકોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડિજિટલ ચુકવણી ખાસ કરીને મદદરૂપ થઈ છે.