મુંબઈ: વિપક્ષ NCP નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું. NCP પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી શિંદેને વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો સહિત રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોના ખેડૂતો અને નાગરિકોને તાત્કાલિક નાણાકીય સહાય અને રાહત આપવા વિનંતી કરી હતી.
રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવારની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં પૂર્વ મંત્રી છગન ભુજબળ, ધારાસભ્ય અનિલ પાટીલ, ધારાસભ્ય દત્તમામા ભરણે, સુનીલ ભુસારા અને અન્ય નેતાઓ સામેલ હતા. પવારે તાજેતરમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.